Gujarat Budget 2025: ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ચોથીવાર વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યુ છે. તેમણે અંદાજીત 85 મિનિટના બજેટ ભાષણમાં મહિલાઓથી લઈ યુવાનો અને હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની બાબતોની જાહેરાત કરી છે. સાથો સાથ રોજગારી સહિતની વાતો રજૂ કરી છે. ત્યારે જાણીએ ક્યાં ક્યા ક્ષેત્રમાં કેટલું બજેટ ફાળવ્યું છે તેમજ બજેટમાં શુ મોટી જાહેરાત કરાઈ છે.
Table of Contents
આદિવાસી-કચ્છી સમાજને સમાન (Gujarat Budget 2025)
નાણા મંત્રી કનુ દેસાઇ તેમની સાથે રેગ્યુલર બર્જેંટ બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રજૂ કરશે, આ પૌથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઇન્ટીંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મૉત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.
ક્યાં વિભાગને કેટલું બજેટ ફાળવાયું?

1. શિક્ષણ વિભાગ: 59,999 કરોડ
શિક્ષણ માટે મોટી રાહત અને વિકાસ માટે ખૂબ મોટી ફાળવણી.
2. રાહેરી વિકાસ અને ગૃહ નિર્માણ: 30,325 કરોડ
રહેતી વિસ્તારોમાં પ્રગતિ માટે વિશેષ નાણા.
3. માર્ગ અને મકાન: 24,705 કરોડ
રાજ્યના રસ્તા અને મકાનોના આધુનિકીકરણ માટે.
4. આરોગ્ય અને પરિવાર કલ્યાણ: 23,385 કરોડ
આરોગ્ય સેટિંગ માટે વિશેષ રોકાણ.
5. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર: 22,498 કરોડ
કૃષિ ક્ષેત્રે સુધારો અને ખેડૂતો માટે નવી યોજનાઓ.
6. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ: 13,772 કરોડ
ગામ વિસ્તારોના વિકાસ માટે વિશેષ ફાળવણી.
7. જળસંપત્તિ: 13,366 કરોડ
હજી પણ અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યા છે, તેથી આ માટે બજેટ ફાળવાયું.
8. ગૃહ વિભાગ: 12,659 કરોડ
ઘરમાલિકી અને નાગરિકો માટે મોટી જાહેરાત.
9. ઉદ્યોગ અને ખાણ: 11,706 કરોડ
ઉદ્યોગોને વધુ સહાય અને ખાણમાર્ગના વિકાસ માટે.
10. મહિલા અને બાળ વિકાસ: 7,668 કરોડ
મહિલાઓ અને બાળકો માટે ખાસ યોજનાઓ.
11. સામાજિક ન્યાય અને અધિકારીતા: 6,807 કરોડ
સામાજિક ન્યાય માટે વિશેષ તકલીફો અને યોજનાઓ.
12. મહેસૂલ વિભાગ: 5,427 કરોડ
વિશેષ સહાયરૂપ તેમજ ટેકનિકલ નિર્દેશ.
13. આદિજાતિ વિકાસ: 5,120 કરોડ
આદિજાતિ માટેની નવી યોજનાઓ.
14. બંદરો અને વાહન વ્યવહાર: 4,283 કરોડ
સમુદ્રકાંઠે ઉદ્યોગો માટે નવી રાહ.
15. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર: 2,782 કરોડ
રોજગારી માટે નવી યોજનાઓ.
16. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન: 2,748 કરોડ
પ્રવાસન ક્ષેત્ર માટે નવી યોજનાઓ.
17. અન્ન, નાગરિક પુરવઠા: 2,712 કરોડ
લોકોને વિતરણ માટે નવી યોજનાઓ.
18. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી: 2,535 કરોડ
નવી ટેકનોલોજી અને પ્રોજેક્ટ માટે ફંડ.
19. સામાન્ય વહીવટ વિભાગ: 1,999 કરોડ
સામાન્ય સેવાઓ માટે નાણા ફાળવાયા.
20. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક: 1,093 કરોડ
યુવાનો માટે મોટા આયોજન.
ગરીબો માટે મોટી જાહેરાત (Gujarat Budget 2025)
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગુજરાતના અંદાજે 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે, અનાજ આપવા ગત વર્ષ કરતાં આશરે 21% ના વધારા સાથેની અંદાજીત 78200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા
- ઘરના ઘરનું સપનું થશે સાકાર
- ઘરના ઘર માટે અપાતી સહાયમાં કરાયો વધારો નવા ઘર માટે અપાતી સહાય રૂપિયા 1.20 લાખની સામે 50 હજારનો વધારો કરી 1.70 લાખ કરવામાં આવી
મહિલાઓના હિતમાં મોટી જાહેરાત (Gujarat Budget 2025)
- નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા 100 કરોડની જોગવાઈ
- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન
- નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થિનીઓને સહાય
- સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાયકી અંદાજિત 68 હજાર વિદ્યાર્થિનીઓને સહાય
- પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ
- જનતા જૂથ અકસ્માત વીમા યોજના, ડેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના
- વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારોને હાલમાં આ યોજના હેઠળ 50 હજારથી 2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે જેમાં વધારો કરી આગામી વર્ષે 2 લાખથી 4 લાખ સુધીનું વીમા કવચ પુરું પાડવાની જાહેરાત
આરોગ્ય ક્ષેત્રે શું શું મોટી જાહેરાત? (Gujarat Budget 2025)

- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડની જોગવાઇ
- આ માટેની જોગવાઈ આરોગ્ય ક્ષેત્રની મજબૂતી અને જાહેર આરોગ્યના સંકટોને પહોંચી વળવા માટે છે. આ ઉપરાંત, આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે સકારાત્મક પગલાં લિધા છે, જે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનતાને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે.
- પ્રધાન 1 યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે 2 કરોડ 67 લાખ લોકોને કેશલેસ સારવાર માટે 3676 કરોડની જોગવાઇ
- આ યોજનાનો મુખ્ય હેતુ કેશલેસ સારવાર માટે 2 કરોડ 67 લાખ લોકોને મદદરૂપ થવાનો છે. આ પ્રોગ્રામ હેતુ ધરાવતો છે, જેથી વડીલો અને ગરીબ લોકો આરોગ્ય સેવાઓની બરાબરી મેળવી શકે.
- G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે 1392 કરોડની જોગવાઇ
- આ જોગવાઈ મેડીકલ સેવાઓના સુધારાને સહાયરૂપ થશે, જેમાં બિનચેપી રોગો અને જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ માટે વધુ ટેકનિકલ સાધનો અને પ્રોજેક્ટ્સ લાગુ પાડવામાં આવશે.
- આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કના સહકારથી શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે 400 કરોડની જોગવાઇ.
- મલ્ટી સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે 231 કરોડની જોગવાઈ
આ થકી ગુજરાતના શહેરોમાં વિવિધ વિશેષતા ધરાવતી હોસ્પિટલ્સ ખોલવા માટે મુલ્યવાન સાધનો અને વિશેષ સેવા પ્રદાન કરવામાં આવશે:- વડોદરા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી અને કાર્ડિયાક હોસ્પિટલ
- સુરત ખાતે કાર્ડિયાક, કિડની, અને યુરોલોજી
- રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક
- ગાંધીનગર ખાતે કાર્ડિયાક, કિડની, અને યુરોલૉજી
- કેન્સર સારવાર માટે 198 કરોડની જોગવાઈ
- વલસાડ, ગૌધરા, હિંમતનગર અને પોરબંદર વિસ્તારમાં કેન્સરનો વિલંબિત પ્રભાવ ટાળી સુવિધાઓ પ્રદાન કરવા માટે આ જોગવાઈ કરવામાં આવી છે.
- મેડીકલ કોલેજો માટે 137 કરોડની જોગવાઈ
- બી. જે. મેડીકલ કોલેજ-અમદાવાદ, મેડીકલ કોલેજ-વડોદરા અને એમ. પી. શાહ મેડીકલ કોલેજ-જામનગર ખાતે પી.જી.ના વિધાર્થીઓ માટે હૉસ્ટેલનું બાંધકામ કરવા 137 કરોડની જોગવાઇ.
- મેડીકલ સાધનો અને તાત્કાલિક સારવાર માટે 100 કરોડની જોગવાઈ
- સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે 100 કરોડની જોગવાઇ.
- એમ્બ્યુલન્સ સેવા માટે 48 કરોડની જોગવાઈ
- આ માટેની જોગવાઈ દ્વારા આપત્તિની સ્થિતિમાં 108 ઈમરજન્સી સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ મેળવવામાં આવશે, જે ચુંટણી પરિસ્થિતિમાં કાર્યક્ષમતા વધારશે.
- આદિજાતિ અને સામાન્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાધન સામગ્રી પૂરી પાડવા માટે 52 કરોડની જોગવાઇ.
- સુરત અને વડોદરા ખાતે ગાયનેક, પિડીયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઇ.સી.યુ., ઓબ્સેટ્રેટિક આઇ. સી. યુ., ગાયનેક આઇ. સી. યુ. વગેરેની સેવાઓ તથા પિડીયાટ્રીક સર્જરી વિભાગ શરૂ કરવા માટે 44 કરોડની જોગવાઇ.
- નર્સિંગ કોલેજ, સુરત અને જામનગર ખાતે વિધાર્થીનીઓ માટે ગર્લ્સ ડોસ્ટેલનું બાંધકામ કરવા 41 કરોડની જોગવાઈ
- ખોરાક અને ઔષધ નિયમન માટે 28 કરોડની જોગવાઈ
- ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે ગાંધીનગર અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધના નમૂના તેમજ જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઊભી કરવા 28 કરોડની જોગવાઈ.
- ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટયુટ માટે 10 કરોડની જોગવાઈ
- ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે સ્પાઇનલ સર્જરી, ઓક્યુપેશનલ થેરાપી અને પ્રોસ્થેટીક અને ઓર્થોટીક વિભાગોમાં શૈક્ષણિક હેતુ માટે 10 કરોડની જોગવાઈ.
- ઔષધના નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટીંગ કરવા માટે 10 કરોડની જોગવાઈ. આ બજેટમાં ખેડૂતોને શું મળ્યું?
ખેડૂતો માટે 10 મોટી જાહેરાત (Gujarat Budget 2025)
- કિસાન સૂર્યોદય યોજના: 2175 કરોડની ફાળવણી, ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય
- કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ૩ લાખથી વધારી 5 લાખ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ૪% વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડની જોગવાઈ કરવામાં આવી
- પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે 400 કરોડથી વધુની જોગવાઈ
- ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી 1 લાખ કરવાની જાહેરાત, આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા 1612 કરોડની જોગવાઇ
- ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવા માટે 500 કરોડની જોગવાઇ
- કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસીંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે 100 કરોડની જોગવાઇ
- મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં 1622 કરોડના પેકેજની જોગવાઈ
- ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે, જેના સંવર્ધન, સંરક્ષણ અને આનુવાંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
- મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આથી ખેતીની જમીન આવશે. પરમત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી લેવી નહીં પડે તેવી નીતિ બનાવવામાં આવશે
- “સહકારથી સમૃદ્ધિ” તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે. જેનો લાભ ૧ લાખથી વધુ ખેડૂત સભાસદોને મળશે.
શિક્ષણ ક્ષેત્ર 18 મોટાએલાન (Gujarat Budget 2025)
- શિક્ષણ વિભાગ માટે કુલ 59, 999 કરોડની જોગવાઇ.
- મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 2પ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે 2914 કરોડની જોગવાઈ
- નમો લક્ષી યોજના માટે 1250 કરોડની જોગવાઇ
- રાઈટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 782 કરોડની જોગવાઇ
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સાય માટે 250 કરોડની જોગવાઇ
- એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિધાર્થીઓને ખસ પાસ ફી કન્સેશન માટે 223 કરોડની જોગવાઇ.
- જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઑફ એક્સલન્સ માટે 200 કરોડની જોગવાઇ
- સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત રર કજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 100 કરોડની જોગવાઇ
- મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓને સાય માટે 70 કરોડની જોગવાઈ.
- મુખ્યમથી યુવા સ્વાવલંબન યોજના {MYSY) અંતર્ગત અંદાજે 78 હજાર વિધાર્થીઓને સહાય આપવા 410 કરોડની જોગવાઈ
- એલ.ડી.ઈજનેરી કોલેજ-અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લૅબ અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે 175 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના(CMSS) અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા 32 કરોડની જોગવાઈ.
- વિદ્યાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ રાકી આગામી સમયમાં ઉદ્ભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત નસ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(GIT) માટે 100 કરોડની જોગવાઈ,
- રાજ્યનો વિદ્યાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ(G3Q) અંતર્ગત 30 કરોડની જોગવાઇ,
- અમદાવાદના I-HUB ની તર્જા પર રાજ્યમાં 04 પ્રાદેશિક કેની સ્થાપનાનું આયો I-Hub મારફતે સ્ટાર્ટઅપ્સ ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે 25 કરોડની જોગવાઇ,
- શોધ યોજના – (Scheme of developing High quality research) અંતર્ગત પી.એ.ડી. કૉર્સ સંશોધન કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય માટે20 કરોડની જોગવાઇ
- NAAC અને NIRF ટેસ્ત્રકિંગમાં સારા પ્રદર્શન હેતુ પાંચ કાર્યરત સરકારી કોલેજોના વર્ગખંડોને સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા માટે 8 કરોડની જોગવાઇ
રોડ-રસ્તાઓને લઈ મોટી જાહેરાતો (Gujarat Budget 2025)
- માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 24705 કરોડની જોગવાઇ
- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે 5000 કરોડની જોગવાઈ.
- પ્રવાસન સ્થળોને જોડતા 150 જેટલા રસ્તાઓને જરૂરીયાત અનુસાર પહોળા રીસરફેસ કરવા માટે 2637 કરોડની જોગવાઈ.
- ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી અન્વયે 1659 કરોડના ખર્ચે કુલ 29 કામો પ્રગતિ હેઠળ,
- ભુજ-નખત્રાણા ચારમાગીરા ડાઈસ્પીડકોરીડોરની કામગીરી માટે 937 કરોડની જોગવાઈ
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની 660 કિ.મી.ની કામગીરી માટે 600 કરોડની જોગવાઇ.
- રાજ્યના ઔદ્યોગિક અને કોરી વિસ્તારોને જોડતા કુલ 63 રસ્તાઓની સુધારણા, મજબૂતીકરણની કામગીરી માટે 528 કરોડની જોગવાઈ.
- આ રસ્તાઓમાં અગત્યના ઔદ્યોગિક વિસ્તારો જેમ કે અમદાવાદ, વટવા, સાણંદ, સાવલી, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ-વાપી.
- કવોરીઓ જેવી કે સણવલ્લા, ટાંકલ, રાણકુવા, રૂમલા, કરંજવેરી, ભિલાડ-ધનોલી-ઝરોલી, સેવાલીયા, ટીમ્બા.
- નવા પુલો, જૂના પુલોના પુનઃબાંધકામ, મજબૂતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગની કામગીરી માટે 385 કરોડની જોગવાઇ.
- હવામાનમાં થતા પ્રતિકૂળ ફેરફારો સામે ટકી શકે તેવા સક્ષમ(કલાઈમેટ રેઝીલીયન્ટ) રસ્તાઓ અને પુલોના બાંધકામ માટે 300 કરોડની જોગવાઇ.
- રાજ્યના કોર રોડ નેટવર્કના રસ્તાઓ ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા તેમાં સમાવિષ્ટ કુલ 16 રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઈડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે 285 કરોડની જોગવાઈ.
- ભારે ટ્રાફિક ધરાવતા હાઇસ્પીડ કોરીડોર જેવા કે અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન-નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા માટે 278 કરોડની જોગવાઇ.
- નવી ટેકનોલોજી, સાધનો અને માલસામાનના ઉપયોગ સાથેના બાંધકામ કામો માટે 200 કરોડની જોગવાઇ.
- રાજ્યના બંદરોને જોડતા 28 હયાત રસ્તાઓની સુઘારણા અને રોડ સેફટી સંબંધિત કામગીરી માટે 187 કરોડની જોગવાઇ.
- રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની મરામત અને જાળવણી કરવાની કામગીરી માટે180 કરોડની જોગવાઇ.
- ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા ચાર રસ્તાઓના 142 કિ.મી. માર્ગોના રીસરફેસિંગ માટે 131 કરોડની જોગવાઈ.
- વનબંધુ કલ્યાણ યોજ્ના-ર હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે 123 કરોડની જોગવાઈ.
- ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના ૧૬૮૦ ક્વાટર્સનાં કામ માટે120 કરોડની જોગવાઈ.
- ગાંધીનગર-પેથાપુર મહુડી રોડ ઉપર ફલાય ઓવર, ચાર માર્ગીયકરણ અને જંકશન સુધારણા માટે 85 કરોડની જોગવાઇ.
- શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 30,325 કરોડની જોગવાઈ
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઈ 8883 કરોડથી વધારીને 12847 કરોડ કરવામાં આવી
- શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે 3353 કરોડની જોગવાઇ.
- ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ્સ માટે2730 કરોડની જોગવાઇ.
- અમૃત 2.0 મિશન હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે 1950 કરોડની જોગવાઈ
- શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે ૧૫મા નાણાપંચ હેઠળ 1376 કરોડની જોગવાઇ.
- પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને પ્રધાનમંત્રી યોજ્ના(શહેરી) 2.0 હેઠળ શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવ 1350 કરોડની જોગવાઈ